About AGVSST

મિત્રો, આપણા સૌનું ઓલ ગુજરાત વેટરીનરીઅન્સ સોશીયલ સીક્યુરીટી ટ્રસ્ટ, અમદાવાદ તેની સ્થાપનાના ચૌદ વર્ષ પૂરા કરીને પંદરમા વર્ષમાં પ્રવેશ કરેલ છે.  આપણું ટ્રસ્ટનું, ટ્રસ્ટ એક્ટ તેમજ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ, ચેરીટી કમિશ્ર્નરની કચેરી, અમદાવાદ ખાતે રજીસ્ટ્રેશન કરાવેલ છે. આમ આપણું ટ્રસ્ટ એ રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. આપણા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ, ટ્રસ્ટના સભ્યના અવસાન બાદ તેમના કુંટુંબીજનોને તુરંતજ આર્થિક સહાય પહોંચાડવાનો છે. હાલમાં આપણાં ટ્રસ્ટ દ્વારા તેમના અવસાન પામતા સભ્યોના કુટુંબીજનોને રૂ. ૫.૦૦ લાખ આપવામાં આવે છે, જે માટે ડેથ ફેટરનિટી કોન્ટ્રીબ્યુશન (DFC) રૂ. ૪૨૫/- દરેક હયાત સભ્યો પાસેથી લેવામાં આવે છે, જે પૈકી રૂ. ૪૦૦/- મરણ પામનાર સભ્યશ્રીને ફાળે જાય છે, જ્યારે રૂ. ૨૫/- ટ્રસ્ટના કોર્પસ ફંડમાં જમા થાય છે. આપણા સદ્‌ગત સભ્યશ્રીને તેમના અવસાન બાદ તુરંત જ તેમના કુટુંબીજનોને ટ્રસ્ટના ભંડોળમાંથી સહાયની રકમ આપવામાં આવે છે, ત્યારબાદ DFC પેટે ઉઘરાવવાની થતી રકમ તુરંત ન ઉઘરાવતા ૪-૫ સભ્યોના અવસાન બાદ ઉઘરાવવામાં આવે  છે. ટ્રસ્ટના કોર્પસ ફંડમાંથી અન્ય પ્રવૃત્તિઓ, જેવી કે ટ્રસ્ટના સભ્યોના બાળકોને અભ્યાસ પ્રોત્સાહન માટે ટ્રસ્ટના સભ્યના પાલ્ય કે જેમણે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ કરેલ છે, તેવા તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન કરવાનું તથા ભવિષ્યના સંભવિત ટ્રસ્ટના સભ્યો ટ્રસ્ટ વિષે માહિતગાર થાય તે હેતુસર રાજ્યની તમામ વેટરીનરી કોલેજના દરેક વર્ષના વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ માટે ઇનામ આપવામાં આવે છે.